૬ મહિનાથી મોહનખોબ પાણી પુરવઠા યોજના બંધ : લાઈનમાં કચરો જામ થયાનું પંચાયતનું રટણ ગરબાડામાં અડધો વિસ્તાર ટેન્કરના સહારે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં મોહનખોબ પાણી પુરવઠા યોજના છેલ્લા કેટલાંય મહિનાઓથી બંધ રહેતાં લોકોને પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. લોકોને ટેન્કરના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે.
ગરબાડા ગ્રામ પંચાયતમાં હાલમાં ત્રણ યોજના દ્વારા નગરને પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવે છે. ત્રણે યોજનાથી ગામતળમાં પાણી પૂરૂં પાડવામાં આવે છે પરંતુ ગરબાડા નગરના અડધા વિસ્તારમાં મોહનખોબ યોજનાથી પાણીની સપ્લાય કરવામાં આવે છે . ગત ઉનાળામાં મોહનખોબ તળાવમાં પાણીના સ્તર નીચા જતા કાદવ વાળું પાણી આવતા આ યોજનાને પંચાયત દ્વારા હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી જેને આજે છ માસ થવા આવ્યા છતાં આ પાણી પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો નથી પરંતુ હાલમાં આ તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય ફરીથી આ યોજના ચાલુ કરી બસ સ્ટેશન વિસ્તાર આઝાદ ચોક વિસ્તાર અને સડક ફળિયામાં નળ લાઈન ચાલુ કરવામાં આવી નથી. આ વિસ્તારના લોકો ટેન્કર દ્વારા પીવાનું તથા વાપરવાનું પાણી મંગાવી રહ્યા છે. ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને પંચાયત દ્વારા લાઈન ચોકપથઈ હોવાનું વારંવાર રટણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ ચોકઅપ થયેલી લાઈન ચાલુ કરવામાં હજી કેટલા દિવસ લાગશે એ તો સમય જ બતાવશે પરંતુ હાલમાં આ ગરબાડા નગરના અડધા વિસ્તારને કેટલા સમય સુધી ટેન્કરના સહારે રહેવું પડશે.