દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ મારા મારીના બનેલા ત્રણ બનાવોમાં એક મહિલા સહિત બેને ઈજા
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ મારા મારીના બનેલા ત્રણ બનાવોમાં એક મહિલા બે જણાને શરીરે ઈજાઓ પહોંચાડી તથા એક બનાવામાં મારી નાંખવાની ધમકી આપતાં જે તે પોલિસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
મારા મારીનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના જતનનામુવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગામમાં જ રહેતા લાલાભાઈ માલાભાઈ ભાભોર, વાલાભાઈ માલાભાઈ ભાભોર, સવિતાબેન ફુલસીંગભાઈ ગણાસવાનાઓએ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુન્ડા ગામે રહેતા ફુલસીંગભાઈ જારજીભાઈ ગણાસવાને કહેલ કે, તુ કેમ નીકાલ કરતો નથી, તેમ કહી બેફામ ગાળો બોલી, ગડદાપાટ્ટુનો તથા પથ્થર મારી શરીરે તેમજ આંખના ભાગે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત ફુલસીંગભાઈ જારજીભાઈ ગણાસવાએ ફતેપુરા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારા મારીનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના મલવાસી ગામે બનવા પામ્યો હતો જેમાં મલવાસી ગામે ડીંડોર ફળિયામાં રહેતા લાલસીંગભાઈ માનસીંગભાઈ ડીંડોર, રાજુભાઈ માનસીંગભાઈ ડીંડોરનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા ધર્મિષ્ઠાબેન વિનોદભાઈ ડીંડોરને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, સર્વે વાળી જમીન અમારી છે, જે જમીનમાં તમોને ખેતી કરવા દેવાના નથી, તેમ કહેતા વિનોદભાઈએ કહેલ કે,આ જમીન તો મારા પિતાની વેચાણ હક્કે રાખેલ છે, તો તમોને ભાગ નહીં મળે તેમ કહેતા લાલસીંગભાઈ અને માનસીંગભાઈ ડીંડોર એમ બંન્ને જણા એકદમ ઉશ્કેરાય ગયા હતા અને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ધર્મિષ્ઠાબેન વિનોદભાઈ ડીંડોરે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવ સીંગવડ તાલુકાના કાળીયાગોટા ગામે બનવા પામ્યો હતો જેમાં ગામમાં રહેતા કડુભાઈ શંકરભાઈ ચૌહાણ અને તેમની પÂત્ન કમળાબેન કડુભાઈ ચૌહાણે કાળીયાગોટા ગામે તળાવ ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ ધીરાભાઈ રાવતને બેફામ ગાળો બોલી, લક્ષ્મણભાઈને પાઈપ તથા લાકડી વડે માર મારી શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ ધીરાભાઈ રાવતે રણધીકપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.