કેજરીવાલના આગમનને લઈ દાહોદમાં ચાલી રહેલ તડામાર તૈયારીઓ : દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ખાતે શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દાહોદ ખાતે સભાને સંબોધશે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની શકતી બતાવવા અને જનતા ને વાયદાઓ આપવા માટે સભાઓ કરી જનતાને રિઝવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે ત્યારે દાહોદ ખાતે બે રાજ્યોના મુખ્યમંત્રીઓ આવવાના હોવાથી આમ આદમી પાર્ટી દ્રારા દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એમ બે મુખ્યમંત્રીઓ દાહોદ ખાતે શનિવારે તારીખ ૮ ઓક્ટોમ્બર ના રોજ દાહોદ જિલ્લાની જનતાને સંભોધવાના હોવાના કારણે દાહોદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વધારે ભીડ એકઠી કરવા માટે ગામડાઓમાં બેઠકો યોજી દાહોદ ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ દાહોદ ખાતે આવી દાહોદની જનતાને તેમની ચૂંટણી વાયદાઓની ગેરંટીઓ આપવાના હોવાથી આમ આદમી પાર્ટી દાહોદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તન તોડ મહેનત કરી રહ્યા છે.