દાહોદ શહેરમાં મધ્યરાત્રીએ એક ફોર વ્હીલર ગાડીમાં ગાયની ચોરીના મામલે પોલિસમાં ફરીયાદ
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં નગરપાલિકાની સામે પોસ્ટ ઓફિસ આગળથી ગત તા.૧૩.૧૦.૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે એક ફોર વ્હીલર ગાડીમાં આવેલ ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ રસ્તાની સાઈડમાં બેઠેલ ગાયો પૈકી એક ગાયને ફોર વ્હીલર ગાડીમાં ભરી લઈ જવાનો સમગ્ર વિડીયો કેટલાક દિવસોથી સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ બાદ આ ગાયના માલિક દ્વારા દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે અજાણ્યા આ તત્વોની ધરપકડના ચક્રોગતિમા કર્યાનું જાણવા મળે છે.
ગત તા.૧૩.૧૦.૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે દાહોદ શહેરના નગરપાલિકા પોસ્ટ ઓફિસ સામેના રસ્તાની બાજુમાં કેટલીક ગાયો બેઠી હતી. આ દરમ્યાન એક ગોલ્ડન કલરની વરના હુન્ડાઈ કંપનીની કારમાં સવાર ત્રણ ઈસમો આ સ્થળે આવ્યા હતા અને રસ્તાની સાઈડમાં બેઠેલ ગાયો પૈકી એક ગાયની ખેંચતાણ કરી બાંધીને ગાયને પોતાની ફોર વ્હીલરમાં ભરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભનો સીસીટીવી કેમેરાનો વીડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં સ્તબ્ધતાનો માહોલ છવાઈ ગયો હતો અને આ ફોર વ્હીલર ગાડીમાં સવાર ગાયો ચોરતી ટોળકી સામે ગૌ પ્રેમીઓમાં એક પ્રકારનો છુપો રોષ પણ ભભુકી ઉઠવા પામ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે ગાયના માલીક સલમાન અબ્દુલ વહીદ શેખ (રહે.કસ્બા, આમલી ફળિયુ,દાહોદ) નાએએ પોતાની ગાય ઉપરોક્ત વીડીયોમાં ચોરાયા હોવાની સ્પષ્ટ થતાં તેઓ આ સંદર્ભે ફોર વ્હીલરમાં સવાર થઈ આવેલા અજાણ્યા ત્રણ વ્યÂક્તઓ સામે દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસનો આરંભ કર્યાે છે.