સિંગવડ તાલુકામાં જલ સે નલ યોજનાના કામો ખોરંભે પડતા લોકોના પાણી માટે વલખા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
સિંગવડ તાલુકામાં જલ સે નલ યોજનાના કામો ખોરંભે જાેવા મળી રહે છે જ્યારે સિંગવડ તાલુકાના ઘણા ગામોમાં જલ સે નલ યોજનામાં અત્યાર સુધી કોઈપણ પાણીની સુવિધા આપવામાં આવી નથી જ્યારે નળ સેજલ યોજનામાં ઘણા ગામોમાં તો ખાલી નળ સે જલ કનેક્શન ઊભા કરી દેવામાં આવ્યા છે જ્યારે તેમાં પાણીની સુવિધા નહીં મળતા જલ સે નળ યોજના ખાલી શોભાના ગાંઠીયા સમાન ઊભી કરવામાં આવી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે જ્યારે આ જલ સે નળ યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા લોકોના ઘર ની બહાર નળના કનેક્શન મુકવાની જગ્યાએ રોડની સાઈડમાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે જ્યારે ઘણા ગામોમાં તો પાણી ચાલુ કરતાં ની સાથે તકલાદી પાઈપો નાખી હોય તે તૂટવા માંડી છે જ્યારે સિંગવડ ગામ માં નલ સે જળ યોજનામાં ચુંદડી રોડથી સિંગવડ બે સુધીમાં ૧૨ થી ૧૫ જગ્યાએ પાઇપો ફાટી જવાથી આ કનેક્શનમાં પાણી આજ સુધી મળ્યું નથી જ્યારે આ કનેક્શનના રીપેરીંગ કરવામાં નહીં આવતા અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરૂં મૂકીને જતા રહેતા લોકોને આ નળશે જળ ના પાણી મળી શકે તેમ નથી જ્યારે સિંગવડના અંદરના ઘરોમાં તો પાણીના કનેક્શન આપી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં પાણી આવતું જ નથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક આપીને આમ ખાલી સરકારના રૂપિયા લેવાનું કામ કર્યું છે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ જલશે નળના લાગતા વળગતા અધિકારી દ્વારા આ જળશે નળમાં લોકોના ઘરે સુધી પાણી પહોંચે અને તેમને મળી રહે તેવી લોકોની માંગ છે.