એક આરોપી સિનિયર સીટીઝન, એક બાઈ વિધવા અને બે સગા ભાઈઓ બન્યા આરોપી : દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે વેચાણ લીધેલ જમીન ઉપર કબ્જાે જમાવી બેઠેલા ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થતા પાંચ આરોપી ભૂગર્ભમાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દેવગઢબારીયા તાલુકા ના પીપલોદ ગામે ખાતા નં ૧ જેનો રેવન્યુ સર્વે નં ૧૦૮૨ પૈકી ૨ તથા રેવન્યુ સર્વે નં ૧૦૮૩ જૂની શરત ની જમીન આવેલ છે. જે જમીન સને ૧૯૬૪ ની સાલમાં તા.૧૯/૧૦/૧૯૪ ના રોજ કુરબાનહુસેન એહમદઅલી પીપલોદવાલા એ ગજા ચૌથા તથા ભઈજી બાપુ બંન્ને રહે.પીપલોદ તા.દેવ. બારીયા જી.દાહોદનાઓ પાસેથી રજીસ્ટર્ડ દસ્તાવેજથી કિ.રૂ.૭૫૦/-માં વેચાણ લીધેલ હતી પરંતુ તેઓ ખેતી કરતા ન હતા પડતર રહેતી હતી જે જમીન તા.૨૪/૦૩/૭૬ ના રોજ ગામ નમુના ૬ હક પત્રક માં નંબર – ૯૬૪ થી વેચાણ હકકની ફેરફાર નોંધ પડાવેલ હતી.અને આ જમીનના કાયદેસરના માલિક કુરબાનહુસેન હતા જેમના અવસાન બાદ આ જમીન તેમના વારસદારો ને વારસાઇ હકકે મળેલ હતી અને નકલોમાં પણ તેમના નામ દાખલ કરેલ હતા.જે વારસદાર ગોધરા ખાતે રહેતા હોય આ જમીન ઉપર પુરતુ ધ્યાન આપી શકતા ન હતા જેથી તેમની સતત ગેરહાજરીનો લાભ ઉઠાવી (૧) સોના ભયજી જાતે. કોળી તથા (૨) સવિતાબેન તે જીવન સોના ની વિધવા તથા (૩) વિપુલ જીવણ જાતે કોળી તથા (૪) જીજ્ઞેશ જીવણ જાતે કોળી તથા (૫) ધારસીંગ મથુર .પટેલ તથા (૬) દિનેશ લખાપટેલ તથા (૭) ચેતન લખા પટેલ તમામ રહે.પીપલોદ ટાંડી કળીયુ તા.દેવ.બારીયા જી.દાહોદનાઓ ગેરકાયદેસર ખેતી કરતા હતા અને તેઓને કહેવા જતા આ જમીન અમારા બાપદાદાની છે અમારી છે તમો ખોટો વેચાણ દસ્તાવેજ કરેલ છે. આ જમીન અમો જ ખેડીશ તેમ જણાવી ગેરકાયદેસર કબ્જાે ધરાવી ખેતી કરતા હતા.
જેથી ગેરકાયદેસર કબ્જા બાબતે અવાર નવાર જણાવેલ પરંતુ નહીં માનતા આ લોકો અમારી જમીન પચાવી પાડશે તે હેતુ થી તા.૧૯/૮/૮૨૦૨૨ ના રોજ જીલ્લા કલેકટર સાહેબ દાહોદનાઓ ને ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધીનિયમ-૨૦૨૦ અન્વયની (નિયમ-૩(૧))મુજબ અરજી આપેલ જે અન્વયે તારીખ. ૨૪/૦૮/૨૦૨૨ ના રોજ કલેકટર સાહેબ ની કચેરી દાહોદ ખાતે કમીટી બેઠેલ જેમાં કલેકટર દાહોદ નાઓએ નં.જમન/લેન્ડ ગ્રેબીંગ એસ.આર.નં/વશી,૬૩૯ તા.૨૭/૦૯/૨૦૨૨ થી સામાવાળાઓ ઉપર જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ જમીન માં કોઇ હકક હિસ્સો ન હોવા છતા તથા અવાર નવાર આ જમીન અમારા નામે છે અમારો કબ્જાે છે તેવુ જણાવવા છતા અને તેઓના જમીન કબ્જેદારમાં નામો ન હોવા છતા ગેરકાયદેસર કબ્જાે જમાવી દેતા તેઓની સામે જમીન પચાવી પાડવા બાબતે ગોધરા હૈદરી સોસાયટીમાં રહેતા રૂઝાબેન કુરબાનહુસેન પીપલોદવાલા એ કાયદેસર ની ફરિયાદ દાખલ કરતા પીપલોદ પોલીસે ગુન્હો નોંધી બે આરોપીઓ ને ઝડપી લઈ વધુ તપાસ લીમખેડા વિભાગ ના ડીવાયએસપી કરી રહ્યા છે.