પિતાએ માર મારતાં અને ઠપકો આપતાં ૧૬ વર્ષીય યુવક ઘરેથી નીકળી ગયો હતો : નવી દિલ્હીથી દાહોદ રેલ્વે સ્ટેશન આવી પહોંચેલ નવી દિલ્હીના યુવકનું પુનઃ મિલન કરાવતાં બાળ કલ્યાણ સમિતિ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

થોડા દિવસો પહેલા એક બિનવારસી ૧૬ વર્ષનો સગીર બાળક પોતાના પિતાના મારથી અને ઠપકાથી ઘરેથી નીકળી ગયો હતો. આ બાળક ટ્રેનમાં બેસી દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો. આ બાળકને દાહોદ રેલ્વે સ્ટેશસે જાેઈ આર.પી.એફના પોલીસ જવાનોએ તેની પાસે જઈ પુછપરછ કરતાં પોતે ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવતાં આર.પી.એફ. પોલીસે બાળકને ચાઈલ્ડ લાઈનને સોપતા આ બાળકને બાળ કલ્યાણ સમિતિ દાહોદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતાં અને બાળકના માતા પિતા જે નવી દિલ્હી ખાતે રહેતાં હતાં તેઓનો સંપર્ક સાંધી તેઓને દાહોદ ખાતે બોલાવ્યાં હતાં અને જરૂરી તપાસ અને કાર્યવાહી બાદ બાળકને તેના માતા પિતાને સુપ્રત કરવામાં આવ્યો હતો. તારીખ ૦૭મી ઓક્ટોમ્બરના રોજ એક ૧૬ વર્ષીય સગીર બાળક દાહોદના રેલ્વે સ્ટેશન ખાતેથી આર.પી.એફ. ને મળ આવ્યો હતો અને આ બાળકને દાહોદના ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો ત્યાં કાઉન્સિલિંગ ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશ પ્રજાપતિ દ્વારા કરતા બાળકે ન્યુ દિલ્હીનો રહેવાસી તેવું જણાવતો હતો અને તે ઘરેથી ભાગીને આવ્યો છે તે અગાઉ પણ બે થી ત્રણ વાર ભાગીને જતો રહ્યો હતો તેવું જણાવ્યું હતું. વધુમાં બાળકના જણાવ્યાં અનુસાર, પોતે તેના પિતા સાથે ફેક્ટરીમાં કામ કરવા માટે જતો હતો અને દશેરાના દિવસે બાળકે ફેક્ટરીમાંથી ૧૫૦૦ રૂપિયા લઈ અને દશેરાના મેળામાં તેના મિત્રો સાથે ગયો હતો ત્યાં તેને ૧૫૦૦ રૂપિયા પુરા ખર્ચ કરી અને સાંજે ઘરે આવતા આ બાબતે તેના પિતાએ પૂછતાં બાળક કે તમામ ૧૫૦૦ રૂપિયા તેના મિત્રો સાથે વાપરી નાખ્યા તેવું જણાવ્યું હતું જેથી તેના પિતાએ તેને માર માર્યો હતો અને બાળક સવારે વહેલા ફરીથી ફેક્ટરી જવું તેમ જણાવી બાળક ઘરેથી ભાગી ગયો હતો અને મુંબઈ ફરવા જવા માટે જતો હતો ત્યારબાદ અધિક્ષક દ્વારા બાળકને તેના ઘરનો નંબર અથવા આજુબાજુનો નંબર પૂછતા બાળક પાસે તેના પિતાનો નંબર મળેલ હતો જેથી તેના પિતા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના પિતા સાથે વાત કરી બાળકની પૂરી માહિતી આપવામાં આવી હતી અને આજરોજ બાળકને લેવા માટે દિલ્હીથી તેના પિતા તમામ ડોક્યુમેન્ટ સાથે આવેલ જેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાટા સાહેબ, સંસ્થાકીય સંભાળ અધિકારી રેખાબેન વણકર અને લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ.જી. કુરેશી સાહેબ તેમજ ચિલ્ડ્રન હોમ દાહોદના અધિક્ષક રાકેશ પ્રજાપતિ અને સી. ડબલ્યુ. સી. ના ચેરમેન નરેન્દ્ર એ.સોની, સભ્ય લાલાભાઈ એસ.સુવર, લાલાભાઈ બી. મકવાણા દ્વારા આ બાળકના વાલીના દસ્તાવેજાે અને અન્ય જરૂરી વેરિફિકેશન કરી સહી સલામત વાલીને સુપ્રત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!