ફતેપુરાના ઘુઘસ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ ઘુઘસ ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૦ – ૨૧માં મનરેગા યોજના હેઠળ સ્થળ પર એકપણ કામ કર્યાં વગર જુદા જુદા પ્રકારના બીલો અને મસ્ટરો દ્વારા રૂપીયા ૮૧,૪૬,૦૫૦ લાખ થી વધુ નાણાં ઉપાડી લઈને કરવામાં આવેલ ભ્રષ્ટ્રાચારોના આક્ષેપો સાથે આ મામલે તપાસ કરી સરપંચ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે ઘુઘસ ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ઘુઘસ ગામના ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ફતેપુરા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૦ – ૨૧માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના હેઠળ શ્રમિકોને પોતાના ગામે રોજગારી મળી રહે તેવા હેતુસર સરકાર દ્વારા નાણાંઓની ફાળવણી કરવામાં આવેલ હતી જેમાં ઘુઘસ ગ્રામ પંચાયતમાં આ યોજના હેઠળ સ્થળ પર કામો કર્યાં વગર ઘુઘસ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાના નામે અને પોતાના માતાના અને તેમના પિતાના નામે જુદા જુદા સર્વે નંબરમાં જુદા જુદા પ્રકારનાના કામો જેવા કે ચેક વોલો, સ્ટોન બુંન્ડ, જુથ કુવોના નામે સ્થળ પર કામ કર્યા વગર કામો પુર્ણ બતાવી જુદી જુદી મજુર કામદાર મંડળીઓના નામે મટીરીયલ્સ બીલો દ્વારા રૂા. ૮૧,૪૬,૦૫૦ રૂપીયા ઉપાડી ઈને મોટામાં મોટો ભ્રષ્ટ્રાચાર કરેલ હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં અને આ મામલે સરપંચ સામે તપાસ હાથ ધરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: