દાહોદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી દ્વારા ટીબીના કુલ 09 દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે 9મી સપ્ટેમ્બર 2022ના રોજ માનનીય રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 11/10/2022ના રોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી દ્રારા કુલ 09 ટીબી ના દર્દી ને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી,જેમાં ઘઉં ચોખા દાળ ચણા તેલ ખજૂર ડ્રાય ફ્રૂટ જે 06 મહિના સુધી ચાલે એટલું આપવામાં આવ્યું અને પોષણ વિષે દર્દીઓ ને સમજાવવામાં આવ્યું