ભગવાન બિરસામુડા આદિવાસી ગોરવ યાત્રાનું દાહોદ જીલ્લાના ફાગિયા ગામેથી પ્રવેશ સાથે ભવ્ય સ્વાગત : ઉનાઇથી નિકળેલ યાત્રાનું દાહોદ જીલ્લામાં પ્રસ્થાન યાત્રામાં કેન્દ્રીય મંત્રી,પુર્વ મંત્રી દાહોદ સાંસદ સહિત મોટી સંખ્યામાં લોકો કાર્યકરો જાેડાયા

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯

ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ૧૩ ઓકટોમ્બર થી ઉનાઇ થી શરૂં કરાયેલ ભગવાન બિરસામુંડા આદિવાસી ગોરવયાત્રાનું છઠ્ઠા દિવસે દાહોદ જીલ્લા ના ફાગિયા ગામે પ્રવેશ થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ આદિવાસી ગોરવયાત્રામાં ભારત સરકાર ના શિક્ષણ મંત્રી અન્નપૂર્ણા દેવી, પૂવઁ કેન્દ્રી મંત્રી દાહોદ સાસંદ જસંવતસિંહ ભાભોર, પુર્વ મંત્રી ગણપતભાઇ વસાવા,હષઁદભાઇ વસાવા, બચુભાઇ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો લોકો જાેડાયા હતા. યાત્રાનુ ગામે ગામ ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ હતુ. ધાનપુર ગરબાડામાં સભા નુ આયોજન કરાયુ હતુ. સભાને કેન્દ્રીય શિક્ષણ શ્રીમંત્રી અન્નપુર્ણા દેવીએ સંબોધી ને જણાવ્યુ હતુ. દેશના વડાપ્રધાને આદિવાસીના સંપૂર્ણ વિકાસ અને સ્વાસ્થ લક્ષી, શિક્ષણ ની ચિતા કરી છે રાષ્ટ્રીય શિક્ષા નીતી લાગુ કરી છે. દેશ દુનિયામાં ગુજરાત મોડલ અને દેશના વડાપ્રધાનની કાર્ય પ્રણાલી વખણાય છે. સોવ થી પ્રથમ વખત આદિવાસી સમાજની દિકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા છે જે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભાજપની સરકારમાં જ સંભવ છે જે આદિવાસી સમાજ માટે ગોરવની વાત છે તેવુ કહી દાહોદ જીલ્લાની સાતે સાત વિધાનસભા જીતાડવા લોકો ને આહવાન કરયુ હતુ સભાને દાહોદ સાસંદ જસંવતસિહ ભાભોરે સંબોધી જણાવ્યુ હતુ ભાજપની સરકારમાં પ્રાથમિક સુવિધાઓ સાથે લોકો નો સર્વાગી વિકાસ થયો છે ગામે ગામ પાકા રસ્તા, વિજળી નળ સે જળ યોજના અંતર્ગત પાણી, મફત આરોગ્ય સેવા, મફતમાં અનાજ, આ બધુ ભાજપની સરકારમાં થયુ હોવાનુ જણાવી આમ આદમી પાટી ના નેતા દ્વારા દેશ ના વડાપ્રધાન મોદી સાહેબ અને તેમની માતા તેમજ ગુજરાતની માતા બહેનો અને હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કરવામાં આવ્યુ છે જેને ગુજરાતની જનતા નહી સ્વીકારે જુઠ્ઠાણા ફેલાવનારાઓને ગુજરાત ની જનતા માફ નહી કરે તેવુ જણાવી આમઆદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.વિધાનસભાની ચુટણીમાં દાહોદ જીલ્લાની તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાવવા લોકોને આહવાન કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: