લીમખેડા પ્રાથમીક શાળામાં ચોરીને અંજામ આપનાર ૪ ચોરોને પોલીસે ઝડપી પાડ્યા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા. ૨૦
લીમખેડા પોલિસ મથકના ગુનો નોંધાયો હતો. પંચમહાલ રેંજ ગોધરા નાયબ પોલિસ મહાનિરીક્ષક એમએસ ભરાડા તથા દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ચોરીના ગુમનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવાની સુચના પાઠવતાં લીમખેડા પુલીસ, ઈન્સપેક્ટર એસ.એમ.ગોમતી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીમાં સંડોવાયેલા આરોપીયો તથા મુદ્દામાલ ઝડપી પાડમા માટે સઘન સોધળખ હાથ ધરવામાં આવી હતી તે દરમ્યા પાડા ગામના નવોદયા ફળિયામાં રહેતા રોહિત કાળુભાઈ ભાભોર, રાકેશ સુરમનભાઈ ડિડોડ, આશિષ લક્ષ્મણભાઈ ભાભોર તેમજ ઝાલોદ સુથારવાસે ગામે રહેતા નરેશ જવસિંગભાઈ ભાભોર સહિતના ચાર ઈશમો પાડા ગામની પ્રાથમિક શાળાની ચોરીમાં સંડોવાયા હોવાની વિગત જણાઈ આવતા લીમખેડા પોલિસે ચારેય આરોપીના સિફ્ત પૂર્વક ઝડપી પાડ્યા હતા તેમજ તેઓ પાસેથી શાળામાં ચોરાયેલા એલસીડી સીપીયુ સ્ટેલી લાઈઝર તેમજ સીલીંગ ફેન બોર મોટર કેબલ તેમજ ટેબલ ફેન કુલ મળી ૪૬૦૦૦ રૂપિયાનો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. લીમખેડા પોલિસે ચારે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે લીમખેડામાં બીજ પણ ચોરીનો ભેગ ઉકેલાય તેવી શક્યાઓ જણાય છે.