પ્રાથમિક શાળાઓમાં આવનારી તમામ વિદ્યાસહાયકની ભરતીમાં તમામ જિલ્લાઓમાં જગ્યા જાહેર કરવા માટે મુખ્યમંત્રીને તથા શિક્ષણ મંત્રીને દાહોદના વિદ્યા સહાયકો દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
ગુજરાત રાજ્યમા ધોરણ ૧થી૮ માં જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. હાલ ૨૬૦૦ વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અમુક જ જિલ્લાઓમાં વિદ્યાસહાયકની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. વિદ્યાસહાયકો માટે તમામ જિલ્લાઓમાં જાહેરાત આપવામાં આવતી નથી જ્યારે તલાટી કે કોઈ પણ સંવર્ગની જાહેરાત આપવામા આવે છે તો તેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની જાહેરાત આપવામાં આવે છે જેના લીધે ઊંચી ટકાવારી ધરાવતા ટેટ પાસ નવીન વિદ્યાસહાયકોને પોતાના વતનથી ઘણા દુરના જિલ્લામાં જવું પડે છે.ઊચી ટકાવારી ધરાવતા નવીન વિદ્યાસહાયકો તમામ જિલ્લાઓમાં મળે તો શિક્ષણજગતને પણ ફાયદાકારક છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં વિદ્યાસહાયકની ભરતી માટે કુલ ખાલી જગ્યાના સંદર્ભમા અમુક નિશ્ચિત ટકાવારી નક્કી કરવામાં આવે અને તમામ જિલ્લાઓમાં એ ટકાવારીના પ્રમાણસર વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તે માટે ચિરાગ પંચાલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા અને કુબેરભાઈ ડિંડોરને તથા પ્રાથમિક શિક્ષણ નિયામકને ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી છે.જે જિલ્લામા જેટલી ખાલી જગ્યા હોય ત્યાં નિશ્ચિત ટકાવારી મુજબ ફરજિયાતપણે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવે તથા અને ભરતી કરવામાં આવે તેવો ઠરાવ અને પરિપત્ર ઝડપથી કરવામાં આવે તો અનેક નવીન વિદ્યાસહાયકોને લાભ અને ન્યાય મળે એમ છે.