દાહોદ શહેરના ગારખાયામાં બે મહિલાઓને એક ઈસમે માર મારી ઈજા પહોંચાડી
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં એક ઈસમે બે મહિલાઓને સામાન્ય બાબતે વાળ પકડી તેમડ ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રહેતા રાજેશભાઈ રામુભાઈ સાંસી ગત તા.૧૪.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતા લચ્છુબેન પ્રતાપભાઈ બાવનીયા (સાંસી)ના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારી પÂત્ન તથા મારા છોકરાને મારા ઘરે મોકલી દે, તેમ કહી લચ્છુબેનના ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી લચ્છુબેનના વાળ પકડી તથા સંગીતાબેનને ગડપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આ સંબંધે લચ્છુબેન પ્રતાપભાઈ બાવનીયાએ દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

