દાહોદ શહેરમાં એક મકાનમાંથી પોલિસે કતલખાને લઈ જવાતા બે ગૌશંવને બચાવી લીધા
દાહોદ તા.૧૬
દાહોદ શહેર પોલિસે એક મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં મકાનમાં બે ગાયોને કતલ કરવાને ઈરાદે બાંધી રાખી આ બંન્ને ગાયોને છોડવી પોલિસે નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના કસ્બા વણકરવાસમાં રહેતા રીજવાન ઉશમાન કુરેશીએ પોતાના મકાનમાં કતલ કરવાને ઈરાદે બે ગાયો કુલ કિંમત રૂ.૨૦,૦૦૦ને બાંધી રાખી હોવાની બાતમી મળતાં દાહોદ શહેર પોલિસે તેના રહેણાંક મકાનમાં ગત તા.૧૫.૧૦.૨૦૧૯ના રોજ ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને આ સમયે પોલિસને જાઈ ઉપરોક્ત ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ બાદ પોલિસે બંન્ને ગાયો મુક્ત કરી નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ શહેર પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.