દાહોદ જિલ્લાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂા. ૩,૫૧,૨૬૪ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૮,૫૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સહિત બેની અટકાયત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂા. ૩,૫૧,૨૬૪ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૮,૫૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સહિત બેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક રાજાઉદીન શાહબુદીન કાજી અને ઈરફાનખાન યુસુફખાન પઠાણ (રહે. રાજસ્થાન) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૮૯ જેમાં બોટલો નંગ.૩૩૩૬ કિંમત રૂા. ૩,૫૧,૨૬૪ ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા. ૮,૫૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવતાં ઝાલોદ પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.