દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
વાહન ચાલકની ગફલતને કારણે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ પોલીસની હદ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
પીપલોદ પોલીસ મથકની હદમાં સર્જાેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકી એક બનાવ સવારે સવા સાત વાગ્યાના સમયે રેબારી ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ ઝાલોદ તાલુકાના મલવાસી ગામના શૈલેષભાઈ ખેમાભાઈ ડીંડોર પોતાના કબજાની રીક્ષામાં પેસેન્જરો ભરી રી૭ામાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતાં રેબારી ગામે રોડ પર વધુ પડતી ઝડપના કારણે ચાલક શૈલેષભાઈ ડીંડોરે રીક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રીક્ષા રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતાં રીક્ષામાં સવાર રાજુભાઈ મથુરભાઈ ડામોર, વિપુલભાઈ ગુલાબભાઈ ડામોર, રસીલાબેન તથા રસુલભાઈ તેમજ રીક્ષાના ચાલક શૈલેષભાઈ ડીંડોરને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રાજુભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત વિપુલભાઈ ગુલાબભાઈ ડામોરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ પીપલોદ હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગતરોજ મોડી રાત્રીના સમયે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના ખરજાેની ગામના સુનિલભાઈ ગોદરસિંગ મેડાએ પોતાના કબજાની બોલેરો પીકઅપ ગાડી લઈ પીપલોદ હાઈવે પરથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અચાનક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી અને જેને પગલે સુનિલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સુનિલભાઈનું મોત નીપજતાં આ સંબંધે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના ખરજેની ગામના રાહુલભાઈ ભારતભાઈ વસુનીયાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.