દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ૧૮ વર્ષીય યુવતી સાથે છેડછાડ કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક ૧૮ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા શારિરીક છેડછાડ કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતાં તે સમયે પરિવારમાંથી દોડી આવેલ વ્યક્તિને છેડતી કરનાર યુવક સાથેના અન્ય બે વ્યક્તિઓએ ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ ચીલાકોટા ગામે રહેતો અરવિંદભાઈ ઉદેસીંગભાઈ તડવીએ લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૮ વર્ષીય યુવતીને પકડી પાડી તેણીની શારિરીક છેડછાડ કરી હતી તે સમયે યુવતીએ બુમાબુમ કરી મુકતા યુવતીના પરિવારથી એક વ્યક્તિ દોડી આવ્યાં હતાં અને તેને જાેઈ અરવિંદભાઈની સાથે આવેલ નૈનેશભાઈ છગનભાઈ તડવી અને રાહુલભાઈ મનસુખભાઈ તડવીએ યુવતીના પરિવારના વ્યક્તિને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ યુવતીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.