દાહોદ તાલુકાના બોરખેડા ગામે મહિલા ઉપર ડાકણનો વહેમ રાખી તેના પુત્રને ચાર જણાએ માર માર્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ તાલુકાના બોરખેડા ગામે મહિલા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી ચાર જેટલા ઈશમોએ મહિલાના પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતાં હિંમતભાઈ દેવજીભાઈ ભુરીયા, જવરીબેન હિંમતભાઈ ભુરીયા, વિષ્ણુભાઈ હિંમતભાઈ ભુરીયા અને રાજુભાઈ હિંમતભાઈ ભુરીયાનાઓએ પોતાના ગામમાં રહેતાં મનુબેન રમણભાઈ ભુરીયા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી મનુબેનને પુત્રને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારી માતા ડાકણ છે તારે અહીંથી નીકળવાનું નહીં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ચારેય જણાએ ભેગા મળી મનુબેનને પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખાવાની ધમકીઓ આપતાં આ સંબંધે મનુબેન રમણભાઈ ભુરીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.