દાહોદ શહેરમાં ગોપાષ્ઠમીની ધામધુમ પુર્વક, ભક્તિમય વાતાવરણમાં અને ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં

રિપોર્ટર : ગગન સોની, વિપુલ શાહ

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં આજે અષ્ઠમીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની ગોવર્ધનનાથજીની હવેલી, દેસાઈવાડ ખાતે ગોપાષ્ઠમીની ધામધુમ પુર્વક, ભક્તિમય વાતાવરણમાં અને ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી હતી આ સાથે આ વિસ્તારમાં ગાય ગૌહરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગોવાળાઓ ગાયોના ધણ નીચે આળોટી પોતાની મનોકામના પુર્ણ કરી હતી. ગોપાષ્ઠમીનું દાહોદની ગોવર્ધનનાથજીની હવેલી, દેસાઈવાડ ખાતે ખાસ મહત્વ ધરાવે છે.

અનેકવિધ પ્રકારના શારીરીક અને આદ્યાત્મિક કષ્ટ વેઠીને ગાયોને પોતાના શરીર ઉપરથી પસાર કરાવનાર ગોવાળો ભારે ધન્યતા અનુભવે છે. સામાન્યત સંજાેગો ગાયોના ધન નીચે આળોટતા ગોવાળાઓના શરીરે નાની મોટી ઈજઓ નજરે જાેવાતી હોવા છતાં તેઓને કોઈપણ પ્રકારનુ દર્દ કરે પીડા ન થતી હોવાનું જણાવે છે.
આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમા આ ગાય ગૌહરીમાં જે ગોવાળો પોતાના શરીર ઉપરથી ગાયો પસાર કરાવે છે તે સૌ પ્રથમ શુધ્ધતાને મહત્વ આપે છે જ્યા સ્વચ્છતા ત્યા પ્રભુતાના સુત્ર મુજબ જે તે દિવસે આ ગોવાળ ઉપવાસ કરે છે. શકરીરે માત્ર પોતડી અને તે પણ નવી નક્કોર કોરીકટ પહેરે છે. શરીર ઉપર અન્ય કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી. ગાયોની સાથે ગોવાળનુ પણ પુજન કરાય છે અને તિલક કરાય છે. ગોવાળનું પુજન થતાની સાથે જ જાણે તેનામાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો હોય તેમ તેનામાં દિવ્ય તેજ આવી જાય છે.

ઘસમસતા આવતા ગાયોના ટોળા અત્યંત ભીડભાડની વચ્ચે માર્ગ ઉપર ખુલ્લા શરીરે આળોટતા આ ગોવાળો ઉપરથી પસાર થાય છે. સામાન્ય જનમાં એક પ્રકારનો ભય સાથેનો રોમાંચ ઉદ્‌‌ભવવા પામે છે પણ ઉદ,આહ નો એક ઉચ્ચાર કર્યા સિવાય કોઈપણ પ્રકારની યાતના વેઠવા આ ગોવાળો માનસીક રીતે તૈયાર હોય છે. કેટલીક વાર ગાયોની ખરીની ગોવાળનું શરીર છોલાઈ જાય છે અને લોહી પણ નીકળી જાય છે પરંતુ આ ઈજાઆને હસ્તે મોઢે સહન કરી લે છે ત્થા તે ઈજા તેની પ્રભુ ભક્તિ અથવા ગાયોની સાર સંભાળમાં કચાસ રહી હોવાનાનુ માન છે ત્થા આ ઈજાઓ અંગે કોઈ દવા સારવારની જરૂરત રહેતી નથી તેવુ જણાવે છે. આ ગાય ગૌહરી આમ તો નવા વર્ષ થી શરૂ થાય છે અને ઠેર ઠેર યોજાય છે જે તે વિસ્તારના ગોવાળો અને તેના કુટુમ્બીજનોનો હક્ક પહેલો હોય છે.

કેટલાંક ચોક્કસ વિસ્તારમાં ચાર,પાંચ કે, તેથી વધુ ગોવાળો ગાયોના ધણ નીચે આળોટતા હોય છે અને પરંપરાઓે જાળવતા હોય છે. ગાય ગૌહરીનુ મહત્વ ગોપાષ્ટમીના દિને વધુ રહે છે ત્થા ગાય ગૌહરીના દર્શન કરાવનાર આ ગોવાળો અનેકવિધ પ્રકારના કષ્ટ વેઠી ઉપસ્થિત હજારોની મેદનીને સાક્ષાત ગૌ અને હરી એટલે કે, ગોપાલકૃષ્ણની લીલાની અનુભુતિ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: