દાહોદના ૧૦ વિદ્યાર્થીઓએ ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું
દાહોદ તા.૧૬
ગત વર્ષે ૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ યુસીમાસ અંતર્ગત રટાયેલ વિશાળ માનવ આકૃતિમાં દાહોદના ૧૦ વિદ્યાર્થીઓને ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત થયુ છે.
રાષ્ટ્ર સ્તરની આ સ્પર્ધામાં અબાકસના ૯૬૮ વિદ્યાર્થીઓએ વિશાળ માનવ આકૃતિ દ્વારા અબકાસનો સિમ્બોલ રચાતો હોય તેવી વિશાળ માનવ આકૃતિ બનાવી હતી અને તાજેતરમાં ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે. વિશ્વ કીર્તિમાન સર્જી ચુકેલી આ માનવ આકૃતિમાં તમામ ૯૬૮ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી અત્યંત વિશાળ માનવ આકૃતિ રચી હતી જે પૈકી દાહોદની સેન્ટ મેરી સ્કુલના ચાર વિદ્યાર્થીઓ તસ્યા પરીખ, વિધિ મોટવાણી, અલીઅસરગર લીમડીવાલા તથા ફિઓનાવાળા સહિત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળાના દક્ષ પટેલ, જય પટેલ અને કૃષાંગી પરમાર, લીટર ફ્લાવર સ્કુલની ધ્રુવા ગરાસીયા, સેન્ટ સ્ટીફન્સ સ્કુલની આર્જિકા તલાટી અને કેન્દ્રીય વિદ્યાલયના મૃગાંક ડાંગી નામે દાહોદના કુલ ૧૦ વિદ્યાર્થીઓ દાહોદ અબાકસના ફ્રેન્ચાઈસી મેઘાવી ભટ્ટના માર્ગદર્શનમાં વિશ્વ રેકોર્ડનો એક ભાગ બનતા દાહોદનું નામ પ્રથમ જ વખત ગિનીસ બુકમાં આવતાં દાહોદમાં સહુ કોઈ આ બાબતે ગૌરવ અનુભવી રહ્યા છે. આ પ્રત્યેક વિદ્યાર્થીઓને ગિનીસબુક તરફથી જે તે શાળાના માધ્યમથી સર્ટિફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

