દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંગીવડ ગામે ચાર જણાએ ભેગા મળી એકને ફટકાર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંગીવાડ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક યુવકને ચાર ઈસમોએ ભેગા મળી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ગત તા.૦૧ નવેમ્બરના રોજ વાંગીવડ ગામે તળાવ ફળિયામાં રહેતાં લાલાભાઈ ભુરકાભાઈ હઠીલા તથા તેમની સાથે અવિનાશભાઈ એમ બંન્ને જણા ગામમાં એક વ્યક્તિના ઘરે ચાંદલાવિધીમાં ગયાં હતાં જ્યાં પરેશભાઈ હરાીભાઈ વસૈયા (રહે. હીરોલા, કોચર ફળિયું, તા. સંજેલી, જિ.દાહોદ), મેહુલભાઈ લક્ષ્મણભાઈ નીનામા, કાળુભાઈ કલુભાઈ નીનામા અને દિલીપભાઈ સકજીભાઈ નીનામા (ત્રણેય રહે.વાંગીવડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાઓએ અવીનાશભાઈ સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી અવિનાશભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે લાલાભાઈ હરીભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.