દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પુર્વ ગામે ૨૬ વર્ષીય યુવતીની યુવક દ્વારા છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પુર્વ ગામે એક ૨૬ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા યુવતીનો પીછો કરતી તેણીનો હાથ પકડવાની કોશિષ કરી છેડતી કરવાનો પ્રયત્ન કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૩૧મી ઓક્ટોમ્બરના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૬ વર્ષીય યુવતી પોતાના કબજાની એક્ટીવા ટુ વ્હીલર ગાડી લઈ ઘરે જઈ રહ્યાં હતાં હતા તે સમયે ફતેપુરા તાલુકાના અંબેલા ગામે રહેતો મયુરભાઈ શાન્તીલાલ સંગાડા પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ આવ્યો હતો અને યુવતીનો પીછો કરતો હતો તે સમયે મયુરભાઈએ યુવતીને રસ્તામાં ઉભી રાખી કહેલ કે, ચાલ મારી ગાડીમાં બેસી જા, ત્યારે યુવતીએ ના પાડતાં, મયુરભાઈએ કહેલ કે, મારે તારી સાથે બોલવું છે, તેમ કહી યુવતીનો ઘર સુધી પીછો કરી, યુવતીને છેડતી કરવાને ઈરાદે યુવતીનો હાથ પકડવાની કોશિષ કરતાં આ સંબંધે યુવતીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

