દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતો યુવક
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી પરણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે હઠીલા ફળિયામાં રહેતો બાબુભાઈ વિરસીંગભાઈ હઠીલાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાને ઝાલોદ બસ સ્ટેશન ખાતેથી ગત તા.૧૯.૧૦.૨૦૨૨ના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તારીખ ૩૦.૧૦.૨૦૨૨ સુધી પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને પરણિતાને ધમકી આપી હતી કે જાે આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા પતિને મારી નાંખીશ, તેવી ધમકીઓ આપતાં અને જેમ તેમ કરી પરણિતા બાબુભાઈના ચંગુલમાંથી છુટી પરત પોતાના ઘરે આવી ઉપરોક્ત ઘટના સંદર્ભે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી સંભળાવ્યાં બાદ પરિવારજનો દ્વારા પરણિતાને ઝાલોદ પોલીસ મથકે લાવી પરણિતા દ્વારા આ સંબંધે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.