ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અરજી કરી હોવાની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એક મહિલા સહિત બેને ફટકાર્યા
દાહોદ તા.૧૬
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પોલીસમાં અરજી કરી હોવાની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એક મહિલા સહિત બે જણાને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મોરી ફળિયામાં રહેતા હેમાભાઈ કચરાભાઈ મોરીનો છોકરો પ્રકાશભાઈ ગત તા.૧૦.૧૦.૨૦૧૯ના રોજ ગામમાં આવેલ દુકાને ગયા હતા અને જ્યાં પોતાના જ ફળિયામાં રહેતા રમેશભાઈ હીરાભાઈ મોરી, ચીરાગભાઈ રમેશભાઈ મોરી, જગદીશભાઈ રમેશભાઈ મોરી તથા વિનોદભાઈ મોતીભાઈ મોરીનાઓએ સાથે વાતચીત દરમ્યાન કહેવા લાગેલ કે, તારા બાપાએ અમારા વિરૂધ્ધમાં કે અરજી આપેલ તેમ, કહેતા ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાય જઈ પ્રકાશભાઈને બેફામ ગાળો બોલતા હતા તે સમયે ત્યા ચઢી આવેલ હેમાભાઈ તથા ધાપુબેને ઝઘડો શાંત પાડવાની કોશિષ કરતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાય જઈ હેમાભાઈ અને ધાપુબેનને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત હેમાભાઈ કચરાભાઈ મોરીએ આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.