ઝાલોદ નગરમાં માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત
દાહોદ તા.૧૬
ઝાલોદ નગરમાં એક વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ડીવાઈડર સાથે મોટરસાઈકલ અથડાવી દેતા ચાલકને શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
એક અજાણ્યો વ્યÂક્ત ગત તા.૧૬.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદ નગરના આઈ.ટી.આઈ.બાય પાસ રોડ ખાતેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલ પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ડીવાઈડર સાથે મોટરસાઈકલ અથડાવતા ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં તેઓ ઈમરજન્સી સેવા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યા વાહન ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

