દાહોદ તાલુકાના વણભોરી ગામેથી નજીવી બાબતે થયેલ ઝઘડામાં બેને તલવારની પુંઠ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ તાલુકાના વણભોરી ગામે ખેતરમાં પાણી ઢોળવાની નજીવી વાતને લઈને ચાર લોકોએ બે લોકોને તલવારની પુંઠ વડે તેમજ લાકડીઓ વડે ગદડાપાટુનો માર મારતા કતવારા પોલીસે ચાર લોકો વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ તાલુકાના ભંભોરી ગામના કલારા ફળિયામાં આવેલા સોહનભાઈ જગુભાઈ ભાભોરના ઘરના પાણીના ટાંકાનું પાણી ઓવરફ્લો થઈ ખેતરમાં પાણી ઢોળાતા ખેતરના માલિક મહેન્દ્ર નેવા ભાભોરે ફરિયાદીના પિતાને કહેવા લાગ્યો હતો કે મારા ખેતરમાં પાણી કેમ ઢોળવા દો છો તેમ કહેતા ખેતરના માલિકે જગુભાઈ ભાભોર ને મા બેન સમાની ગાળો બોલી અને તેમના ઘરે ગયા હતા અને ઘરેથી હાથમાં તલવાર લઇ તેમનો છોકરો સુનિલ મહેન્દ્ર ભાભોર અનિલ મહેન્દ્ર ભાભોર હાથમાં લાકડી તેમજ અનિતાબેન સુનિલભાઈ ભાભોર પણ હાથમાં લાકડી લઈ મા બેન સમાની ગાળો બોલતા તેમના ઘરે દોડી આવ્યા હતા અને જગુભાઈ નેવાભાઈ ભાભોર ને મહેન્દ્ર ભાઈએ તેના હાથમાં રહેલી તલવારની પુંઠ જગુભાઈના ડાબા હાથ પર કોણીની ઉપર મારી દીધી હતી અને તેમની પત્ની વચ્ચે છોડાવવા પડતા તેમને સુનીલ ભાભોરે તેના હાથમાંની તલવારની પૂઠ મારી તેની માતાને માથાના ભાગે મારી દીધી હતી તે વખતે અનિલ મહેન્દ્ર ભાભોર અને અનિતાબેન સુનિલ ભાભોરે હાથમાં લાકડીઓ લઈ દોડી આવી જગુભાઈ ભાભોર અને તેમની પત્ની પુનીબેન ભાભોરને માર માર્યો હતો અને તે વખતે બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંને ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા અને બંને ઇજાગ્રસ્તોના પુત્ર સોહન જગુ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર નેવા ભાભોર સુનિલ મહેન્દ્ર ભાભોર અનિલ મહેન્દ્ર ભાભોર અને અનિતાબેન સુનિલભાઈ ભાભોર વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી તેમને પકડવાના ચક્રો કતવારા પોલીસે ગતિમાન કર્યા છે.