દાહોદ શહેરમાં એક ઈસમે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭

દાહોદ શહેરના સુજાઈ બાગ ખાતે રહેતો કાઈદ શબ્બીર પાનવાલાએ દારૂ પીધેલી હાલતમાં તેની પ્રેમિકાના ઘરે પહોંચી તેની પ્રેમિકાને અને પ્રેમિકાના બાળકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી છે. તા. ૫મી નવેમ્બરના ના રોજ રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ શહેરના સુજાઈ બાગ ખાતે રહેતો કાઈદ શબ્બીર પાનવાલા દારૂના નશામાં તેની પ્રેમિકાના ઘરે રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પહોંચ્યો હતો અને તે મહિલાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે કાઈદ શબ્બીર પાનવાલા સાથે મારો પ્રેમ સંબંધ છે અને અમે લીવ ઇન રિલેશનશિપમાં છે અને કાઈદ શબ્બીર પાનવાલા દારૂ પીધેલી હાલતમાં ઘરમાં આવી ઘૂસી ગયો હતો અને મારી જાેડે ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો અને મને મા બેન સમાની ગાળો બોલવા લાગ્યો હતો ત્યારબાદ તે મહિલાનો છોકરો રૂમમાંથી બહાર આવી આ ઝઘડા તકરાર વચ્ચે છોડાવા પડતા કાઈદ શબ્બીર પાનવાલાએ તેની પ્રેમિકા તેમજ પ્રેમિકાના છોકરાને પણ ગદડાપાટુનો માર માર્યો હતો અને આંગળીના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી તથા તેની પ્રેમિકા અને છોકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મહિલાએ આજરોજ દાહોદ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અને કાઈદ શબ્બીર પાનવાલા ની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: