ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત પુર્વ ઝોન માટે હોકીની સ્પર્ધા યોજાશે

દાહોદ, તા. ૧૬: ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત પુર્વ ઝોન હોકી અંડર ૧૭ વયજુથમાં ભાઇઓ/બહેનો માટે સ્પર્ધાનું આયોજન તા. ૩૦/૧૦/૨૦૧૯ થી ૦૪/૧૧/૨૦૧૯ સુધી રમત સ્વ. જયદિપસિંહજી ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે કરવામાં આવ્યું છે.
હોકી અંડર ૧૭ વયજુથ બહેનો માટે સ્પર્ધા તા. ૩૦/૧૦/૨૦૧૯ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે અને જયારે હોકી અંડર ૧૭ વયજુથ ભાઇઓ માટે સ્પર્ધા તા. ૦૧/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે ૩.૦૦ કલાકે સ્વ. જયદિપસિંહજી રમત ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે યોજાશે. પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. વિવિધ જિલ્લાઓની હોકીની ટીમો આ સ્પર્ધામાં ભાગ લેવાની હોય સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: