BDSની ડિગ્રી હાંસલ કરી દાહોદ જિલ્લા ના ઝાલોદ નગર ના મુસ્લીમ સમાજનું ગૌરવ
રિપોર્ટર-પંકજ પંડિત ઝાલોદ
ગુજરાત યુનિવર્સિટી દ્ધારા આજરોજ યોજાયેલ પદવીદાન સમારંભમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ડેન્ટલ કોલેજનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાર પાડનાર વિદ્યાર્થીઓને BDS ( બેચલર ઓફ ડેન્ટલ સર્જરી)ની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં મુસલમાન ઘાંચી સમાજની ડો. મુબસ્સિરા અબ્દુલ ગફ્ફાર જીવાએ પણ BDSની ડિગ્રી હાંસલ કરી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે.



