ઝાલોદ નગરમાં ૫૫૩ માં પ્રકાશ વર્ષ નિમિત્તે ગુરૂનાનક જયંતીની ઉજવણી મેરવાની પરિવાર દ્વારા કરવામાં આવી
રિપોટર-પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં આજ રોજ તારીખ 09-11-2022 બુધવારના સાંજે ૬ વાગ્યા પછી પ્રેમકુમાર મેરવાનીના પરિવાર દ્વારા ગુરુ નાનક જયંતીની ઉજવણી તેમના પોતાના નિવાસ સ્થાને કરવામાં આવી હતી. પ્રેમકુમાર મેરવાની દ્વારા તેમના માઁ બાપના આશીર્વાદ તેમજ પરિવાર અને મિત્રોના સહયોગથી દર વર્ષે ગુરુ નાનક જયંતીની ઉજવણી પોતાના નિવાસસ્થાને કરે છે તેમાં તેમના પરિવાર દ્વારા સમાજ અને મિત્રોને પણ બોલાવવા આવે છે .તેમના નિવાસસ્થાને દર વર્ષે તેઓ ભજન સંધ્યાનું અને મહાપ્રસાદનું આયોજન પણ કરે છે આ વર્ષે પણ તેઓ પોતાના માઁ બાપના આશીર્વાદ અને માર્ગદર્શન થી ગોધરાથી રમુ ભગત એન્ડ ગ્રુપને ભજન સંધ્યા માટે બોલાવવામાં આવેલ હતા. ભજન સંધ્યામાં સહુ કોઈ જોડાઈને ગુરૂ નાનકજી જયંતિના પર્વને સફળ બનાવ્યો હતો અને ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદનો લાભ ભક્તો દ્વારા રાત્રે મોડે સુધી લેવામાં આવેલ હતો.