દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે અગાઉના ઝઘડાની અદાવતે એક મહિલા સહિત બેને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ એક મહિલા સહિત બે વ્યક્તિઓને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
નઢેલાવ ગામે બુરવા ફળિયામાં રહેતાં જવસીંગભાઈ બાબુભાઈ મિનામાના માતા પિતા દેવ દિવાળીનો તહેવાર હોય જવસીંગભાઈના મામાના ઘરે ગયાં હતાં ત્યારે ગત તા.૦૭મી નવેમ્બરના રોજ નઢેલાવ ગામે આમલી ફળિયામાં રહેતાં કનુભાઈ રૂમાલભાઈ ભાભોર અને કાજુભાઈ કનુભાઈ ભાભોરનાઓએ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અમારા ઘરે કેમ આવ્યાં નહીં અને બીજાના ઘરે કેમ બેઠા છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને હાથમાં લાવેલ લાકડી વડે રતુડીબેન તથા બાબુભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે જવસીંગભાઈ બાબુભાઈ મિનામાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.