દાહોદ તાલુકાના મોટી લછેલી ગામે એક ૧૫ વર્ષીય સગીરાને એક યુવક દ્વારા લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે
SINDHUUDAY NEWS – DAHOD

ગત તા.૦૬ નવેમ્બરના રોજ મોટી લછેલી ગામે સરપંચ ફળિયામાં રહેતો મેહુલભાઈ નીકુભાઈ અમલીયારે દાહોદ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના મામા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

