લીમખેડા તાલુકાના ભીલપાનીયા ગામે સામાન્ય બાબતે એકને ફટકાર્યાે
દાહોદ તા.૧૮
લીમખેડા તાલુકાના ભીલપાનીયા ગામે સામાન્ય બાબતે એકને માથાના ભાગે લાકડુ ફટકારી લોહીલુહાણ કરી દેતા ફરીયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકાના ભીલપાનીયા ગામે બિલવાળ ફળિયામાં રહેતા સુનિલભાઈ શનાભાઈ મુનીયા અને તેમની સાથે બીજા કેટલાક વ્યÂક્તઓ બેસી ફાઈનાન્સની લોનના પૈસાની વાતો કરતાં હતા તે સમયે પોતાના જ ગામમાં રહેતા વિક્રમભાઈ પર્વતભાઈ મુનીયાએ કહ્યુ કે, જે લોકોએ લોન લીધેલ છે તેમની પાસેથી રૂ.૪૦૦ લેખે લેવાના છે તેમ કહેતા, સુનિલભાઈએ કહ્યુ હતુ કે, આ બાબતે આપણે સવારે વાત કરીશું તેમ કહેતા વિક્રમભાઈ એકદમ ઉશ્કેરાય જઈ નજીકમાં પડેલ લાકડુ સુનિલભાઈને માથામાં મારી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડતા આ સંબંધે ઈજાગ્રસ્ત સુનિલભાઈ શનાભાઈ મુનીયાએ લીમખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.