ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામ ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ
દાહોદ તા.૧૮
ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે એક યુવકે ૧૬ વર્ષીય સગીરાને પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા આ સંબંધે સગીરાના પિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે રહેતા રાહુલભાઈ સીકાભાઈ ભાભોરે ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને ગત તા.૦૬.૧૦.૨૦૧૯ ના રોજ પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી લઈ નાસી જઈ સગીરાને મરજી વિરૂધ્ધ તેણી ઉપર બળાત્કાર ગુજારતા આ સંબંધે સગીરાએ સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.