ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે
SINDHUUDAY NEWS DAHOD
ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે
લાઉડ સ્પીકર, ડીજે વગેરેનો રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરી શકાશે નહી
દાહોદ, તા. ૧૪ : રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઇ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે એક જાહેરનામા થકી ડીજે-લાઉડ સ્પીકર વગાડવા બાબતે પ્રતિબંધિત આદેશો કર્યા છે. તદ્દનુસાર, જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમનો ઉપયોગ રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરી શકાશે નહી. તેમજ આ સિવાયના સમયગાળા દરમ્યાન સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને જ લાઉડ સ્પીકર કે ડીજે કે અન્ય મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

