જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

ગ્રીન બિલ્ડીંગના ત્રીજા માળે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ એન્ડ એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની પણ મુલાકાત લીધી

દાહોદ, તા. ૧૪ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગમાં મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરીગ કમિટી અંતર્ગત ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે ત્રીજા માળે કાર્યરત કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની પણ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ ખાતે કામગીરી કરી રહેલા કર્મચારીઓને તેમની કામગીરી વિશે પૃચ્છા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ માટે નિભાવવામાં આવતા રજીસ્ટ્રરો તેમજ મીડિયા કંટ્રોલ રૂમ ખાતે પ્રદર્શિત ચૂંટણીલક્ષી માહિતીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.
તેમણે ગ્રીન બિલ્ડીંગના ત્રીજા માળે ઉભા કરેલા અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની પણ મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સેલ ખાતે ટોલ ફ્રી નંબર ઉપર નોંધવામાં આવેલી કંમ્પલેન તેમજ સીવીજીલ એપ ઉપર કરાયેલી કંમ્પલેનને સબંધિત અધિકારીશ્રીને મોકલવામાં આવે છે. તેમજ ચૂંટણી ખર્ચ મોનિટરીંગ માટેની વિવિધ ટીમોનું પણ અહીંથી મોનિટરીંગ કરાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની જાહેરાત કરાઇ છે ત્યારે જિલ્લા સેવા સદનના ગ્રીન બિલ્ડીંગ ખાતે મીડિયા મોનિટરીંગ એન્ડ કંટ્રોલ રૂમ અને કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલ ચોવીસે કલાક કાર્યરત છે અને કર્મયોગીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચૂંટણીલક્ષી બાબતોનું મોનિટરીંગ કરાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: