131 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર અનેઆમ આદમી પાર્ટી ના ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારીયા એ પ્રાંત ઓફિસે ફોર્મ જમાકરાવ્યું
રિપોર્ટર- રમેશ પટેલ સિંગવાડ
દાહોદ જિલ્લા ના લીમખેડા 131 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર શૈલેષભાઈ સુમનભાઈ ભાભોરે આજે પાલી ખાતે સભા યોજી હતી.જેમમાં દાહોદ ના સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અને દેવગઢ બારીયા ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને તાલુકા ભાજપ ના સમર્થકો સાથે ઢોલ નગારા ની સાથે રેલી યોજી લીમખેડા પ્રાંત ઓફિસે સે ફોર્મ જમા કરાવ્યું.લીમખેડા 131 વિધાનસભા ના આપ ના ઉમેદવાર સમર્થકો સાથે પ્રાંત ઓફિસે ફોર્મ જમાકરાવ્યું.
131 લીમખેડા વિધાનસભા ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારીયા એ હાથીદરા ના હસ્તેસ્વર મહાદેવ ના દર્શન કરી ને રોડ શો કરી અને પોતાના સમર્થકો સાથે લીમખેડા પ્રાંત ઓફિસે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું.




