ઝાલોદ તાલુકા વિધાનસભા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
ઝાલોદ ૧૩૦ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલ ગરાસીયા દ્વારા ઝાલોદ મતવિસ્તારમાં ડી.જે અને આમ આદમી પાર્ટીના ઝંડાઓ સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલીમા આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યાર બાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઇ ચૂંટણી અધિકારીને ફોર્મ ભરી આપવામાં આવ્યું હતું .





