ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે આજરોજ દાહોદ, ઝાલોદ અને ફતેપુરા વિધાનસભા બેઠકમાંથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરતાં તેઓના સમર્થકો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો

SINDHUUDAY NEWS DAHOD રિપોટર – પંકજ પંડિત – તાલુકા ઝાલોદરિપોટર – પ્રવીણ કલાલ – તાલુકો ફતેપુરા બ્યૂરો ચીફ – જિગ્નેશ બારિઆ – દાહોદ

ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે આજરોજ દાહોદ, ઝાલોદ અને ફતેપુરા વિધાનસભા બેઠકમાંથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરતાં તેઓના સમર્થકો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લા વિધાનસભા બેઠકમાં પણ ગરમાવો જાેવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા પોત પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દાહોદ વિધાનસભા બેઠકમાંથી ગતરોજ સમી સાંજે જાહેર કરવામાં આવેલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામાએ આજરોજ વાજતે ગાજતે, ઢોલ નગારાના તાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે બીજી તરફ આ પુર્વે દાહોદના ધારાસભ્ય વજેસીંહ પણદાએ કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરી દીધાં બાદ બીજા દિવસે કોંગ્રેસ દ્વારા હર્ષદભાઈ નિનામાનું નામ જાહેર કરતાં વજુભાઈ પણદાના સમર્થકો અને કાર્યકર્તાઓમાં સ્તબ્ધતાં છવાઈ ગઈ હતી. હર્ષદ નિનામાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે વજુભાઈ પણદાની ગેરહાજરી જાેવા મળતાં અનેક ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું હતું ત્યારે બીજી તરફ અપક્ષમાંથી કિશન પલાસે ઉમેદવારી ફોર્મ ભરતાં મતદારો પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયાં હોય તેમ લાગી રહ્યું છે. ઝાલોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર મહેશભાઈ ભુરીયાએ આજે વાજતે ગાજતે, ઢોલ નગારાની સાથે પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશ ભૂરિયા આજ રોજ લીમડી કંબોઇ ધામ ખાતેથી આશીર્વાદ લઈ વિજય શંખનાદ સંમેલન કાઢવામાં આવ્યું. લીમડી કંબોઇ ધામ ખાતે સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટી પડેલ હતું અને મહેશ ભૂરિયા સાથે ઝાલોદ આવા માટે રેલીમા જાેડાયા. રેલીમાં ઢોલ કુંડી સાથે ભાજપના ઝંડાઓથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો જાેડાયા હતા. ઝાલોદ આઇ.ટી.આઇ ખાતે મહેશ ભૂરિયા દ્વારા વિજય શંખનાદ સંમેલન યોજવામાં આવ્યું હતું .આ સંમેલનમાં હજારો લોકોની સંખ્યામાં મહેશભાઈ ભૂરીયાના સમર્થનમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશભાઇ કટારા ,બી.ડી. વાઘેલા તેમજ મોટા પ્રમાણમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સહુ સમર્થકો દ્વારા મહેશભાઈ ભૂરિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે મહેશભાઈ ભૂરિયાને વધાવી લીધો હતો ત્યાર બાદ સહુ સમર્થકોના આશીર્વાદ લઇ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે તેઓએ ચૂંટણી અધિકારીને ભાજપ મેન્ડેટ પર પોતાનું ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ મહેશભાઈ ભૂરિયા દ્વારા મીડિયાની સામે પોતાની ભવ્ય જીતનો દાવો કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનારા મતદાન માટે આજે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આ દરમિયાન આજે ફતેપુરા ૧૨૯ વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર રમેશ કટારા એ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ફતેપુરા નગર માં ભવ્ય રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવવા માટે પતેપુરા મામલતદાર કચેરી એ પહોંચ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર, ચુનીલાલ ચરપોટ, ર્ડા. અશ્વિન પારગી, તેમજ મોટી સંખ્યા માં કાર્યકતા ઓ ની ઉપસ્થિત માં નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
નામાંકન પત્ર ભર્યા બાદ રમેશ કટારા એ ભૂરીબા પાર્ટી પ્લોટ ખાતે વિજય શંખનાદ સંમેલન યોજીયુ હતું. રમેશ કટારા એ સભા યોજી પ્રચાર પ્રસાર ના શંખનાદ કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં હવે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરવાની તૈયારીમાં જોતરાયા છે . ત્યારે બીજા ચરણમાં આવતા ગરબાડા વિધાનસભામાં પણ 133 મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભો દ્વારા જગી સમર્થકો સાથે ગરબાડા ગરબાડા તળાવ ચોકડી ખાતે મોટી સંખ્યા માં લોકોને સંબોધન કરી મોટી સાંખ્ય કાર્યકર્તા ઓ સાથે આકર્ષક લૂકમાં ભારે જનમેદની સાથે વાજતે ગાજતે ડીજે ના તાલે ગરબાડા નગરમાં રેલી કાઢી ગરબાડા મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ગરબાડા મત વિસ્તારમાં વિજયી બનશે તેમ જણાવ્યું હતું અને પચાસ હજાર વોટની લીડ મારી અને 133 ગરબાડા વિધાસભા માં ભાજપનું કમલ ખિલાડી ગાંધીનગર કમલ ખાતે મોકલશે એવી પ્રતિક્રિયા આપી હતી ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઈ ભાભોર ને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ ને ગત ટર્મ માં નિષ્ફળતા મળી હતી હવે જોવાનું રહ્યું ગરબાડા વિધાનસભા મા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માંથી કોણ બાજી મારશે તે આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: