દાઉદી વ્હોરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના બુરહાનઉદ્દીન સાહેબની અને સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબની 79મી મિલાદની ઉજવણી વ્હોરા સમાજે ભવ્ય જુલુસ કાઢી ઉજવી હતી
રિપોટર – નિલ ડોડીયાર






દાઉદી વ્હોરા સમાજના 53મા દાઈ સૈયદના મોલા બુરહાનઉદ્દીન સાહેબની મિલાદના અવસર ઉપર આજે સૈયદના મુફદ્દલ સાહેબની 79મી મિલાદ રંગે ચંગે દાઉદી વ્હોરા સમાજના લોકોએ ઉજવી હતી જેમાં દાહોદના ઠક્કર ફળીયા સ્તિથ આવેલી વ્હોરા સમાજની મસ્જિદ ખાતેથી તારીખ 16-11-2022 ને સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ઘોડે સવાર બગીઓ ઉપર બાળકો સવાર બેન્ડવાદકો સાથે સમાજના અગ્રણીઓ તેમજ ક્રિકેટની ટીમ પણ સામેલ કરાય હતી જેમાં બેન્ડ વાદકો દ્વારા દેશભક્તિની મધુર સુરાવળીઓ વચ્ચે વાતાવરણ ભક્તિ મય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું ત્યારે મિલાદના જુલુસ ને નિહાળવા માટે દાઉદી વોહરા સમાજની મહિલાઓ તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં દાહોદના સ્ટેશન રોડ બિરસા મુંડા ચોક યાદગાર ચોક નગરપાલિકા ચોક અને એમજી રોડ ખાતે તેમજ નજમી મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મિલાદના જુલુસ દરમ્યાન દાહોદ પોલીસે પણ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દીધો હતો જેમાં દાહોદના એસપી જગદીશ બાંગરવા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કે એન લાઠીયા તેમજ બી ડિવિઝન પોલીસના પી.આઈ નો કાફલો પણ જુલુસની સાથે ખડકી દેવામાં આવ્યો હતો અને દાહોદના એસપી જગદીશ બાંગરવા તેમજ દાહોદ ટાઉન એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ઓનું સન્માન પણ દાઉદી વોહરા સમાજ દ્વારા નજમી મસ્જિદ ખાતે રાખવામાં આવ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ આજરોજ દાહોદના દાઉદી વોહરા સમાજે તેમના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબની 79 મી મિલાદ સાથે સાથે દાઉદી વોહરા સમાજના લોકો મહિલાઓ પુરુષો તેમજ બાળકોએ હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી હતી

