દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે છોકરી ભગાડી ગયાના મુદ્દે ઘર ઉપર પથ્થર મારો કરાયો
દાહોદ તા.૨૦
દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે છોકરી ભગાડી ગયાના મુદ્દે ત્રણ જેટલા ઈસમોએ ઘર પર પથ્થર મારો કરી ઘરના નળીયા તોડી તેમજ દરવાજાની તોડફોડ કરી ધિંગાણુ મચાવતા ફરિયાદ નોંધાવા પામી છે.
કનુભાઈ ભાણાભાઈ વણકર, રાજુભાઈ લક્ષ્મણભાઈ વણકર (બંન્ને રહે.ચેનપુર,નદી ફળિયા, તા.દેવગઢ બારીઆ,જિ.દાહોદ) અને બાબુભાઈ માનાભાઈ વણકર (રહે.ડાંગરીયા,નિશાળ ફળિયુ,તા.દેવગઢ બારીઆ,જિ.દાહોદ) નાઓએ ગત તા.૧૭.૧૦.૨૦૧૯ ના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે નદી ફળિયામાં રહેતા ચંપાબેન શાંન્તીલાલ વણકરના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેલ કે, તારો છોકરો નરેશ અમારી છોકરીને લઈ ગયેલ છે, તે ક્યાં છે, અમોને બતાવ, તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ ચંપાબેન શાંન્તીલાલ વણકરના ઘર ઉપર પથ્થર મારો કરી ઘરના નળીયા તોડી નુકસાન પહોંચાડી તેમજ ઘરના દરવાજાની પણ તોડફોડ કરી હતી.
આ સંબંધે ચંપાબેન શાંન્તીલાલ વણકરે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.