વડાપ્રધાનશ્રીની સલામતી કારણોસર તુક્કલ, ડ્રોન વગેરે ઉડાડવા ઉપર જિલ્લામાં પ્રતિબંધ
દાહોદ તા. ૨૧
દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ નવેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી પધારવાના હોય જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ સલામતી કારણોસર તા. ૨૧ થી તા. ૨૩ નવેમ્બર સુધી દાહોદ જિલ્લામાં જમીનથી આકાશ તરફ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સીન્થેટીક પ્લાસ્ટીક તેમજ અમુક કલરના કપડા હાથમાં લઇ ફરકાવવા-ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકયો છે.