દાહોદ એલ.સી.બી. પોલીસે સીંગવડના મછેલાઈ ગામેથી રૂા. ૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ગાડી કબજે કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨

દાહોદ એલસીબી પોલિસે સીંગવડ તાલુકાના મછેલાઈ ગામે રોડ પરથી વોચ દરમ્યાન રૂા. ૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે નંબર વગરની બોલેરો ગાડી તથા મોબાઈલ ફોન વગેરે મળી રૂા. ૩,૧૦,૧૨૦ના મુદ્દામાલ સાથે એકની અટક કર્યાનું તેમજ એક નાસી ગયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના મોટીવાવ ગામના ભુરીયા ફળીયાના નરેશભાઈ રમણભાઈ ગણાવા તથા સીંગવડ તાલુકાના પહાડ ગામના હઠીલા ફળીયાના જસવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા એમ બંને જણા વિદેશી દારૂ નંબર વગરની બોલેરો ગાડીમાં ભરી લીમખેડા તરફ આવતા હોવાની દાહોદ એલસીબી પોલિસને મળેલ બાતમીને આધારે દાહોદ એલસીબી મછેલાઈ ગામે રોડ પર એલસીબી પોલિસે જરૂરી વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબર વગરની બોલેરો ગાડી રોકી હતી અને ગાડી દુરથી જ નજરે પડતાં વોચમાં ઉભેલ એલસીબી પોલિસ સાબદી બની હતી અને નજીક આવતાં જ પોલિસે તે ગાડી રોકી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. ૧,૦૫,૧૨૦ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૧૬ ભરેલ પેટીઓ નંગ-૨૪ પકડી પાડી ગાડીના ડ્રાયવર મોટીવાવ ગામના નરેશભાઈ રમણભાઈ ગણાવાની અટક કરી તેની પાસેથી રૂા. ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૨ લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂા. ૩,૧૦,૧૨૦નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ગાડીમાં બેઠેલ બહાડ ગામનો બળવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા ગાડીમાંથી કુદી નાસી ગયો હતો. પોલિસે પકડાયેલ નરેશભાઈ રમણભાઈ ગણાવાને અત્રેની કચેરીએ લાવી પુછપરછ કરતા સદર માલ મછેલાઈ ગામના બુટલેગર દીલીપભાઈ બળવંતભાઈ લુહારે મંગાવ્યો હોવાનું જણાવતા પોલિસે આ મામલે મોટીવાવ ગામના નરેશભાઈ રમણભાઈ ગણાવા, પહાડ ગામના જસવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા તથા મછેલાઈ ગામનો દીલીપભાઈ બળવંતભાઈ લુહાર વિરૂધ્ધ રંધીકપુર પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: