દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં અંગત અદાવતે પાંચ જેટલા ઈસમો એકને માર માર્યાે
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના સંજેલી નગરના બસ સ્ટેશન વિસ્તાર ખાતે પાંચ જેટલા ઈસમોએ પોતાની સાથે હાથમાં પથ્થરો તેમજ બેઝ બોલ જેવા મારક હથિયારો સાથે આવી એક ફોર વ્હીલરમાં સવાર કેટલાક ઈસમોને રોકી માર મારતાં શરીરે ઈજાઓ પહોંચાડી ફોર વ્હીલર ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.
શિલ્પન વાસુભાઈ, રાજેશ ઉર્ફે કચુ દેવાભાઈ, મુરીયો દેવાભાઈ, મુકેશ દેવાભાઈ, દેવાભાઈ, પૃથ્વી મુરીયાભાઈ (તમામ રહે.હોળી ચકલા, ઝાલોદ રોડ, તા. સંજેલી, જી.દાહોદ) નાઓએ ગત તા.૧૮.૧૦.૨૦૧૯ ના રોજ પોતાના જ ફળિયામાં રહેતા સિધ્ધરાજ ભીખાભાઈ ડબગર તથા તેમની સાથેના માણસોને અગમ્યકારણોસર ફોર વ્હીલર ગાડી સાથે રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી છુટ્ટા પથ્થરો વડે તથા બેઝ બોલ વડે માર મારી શરીરે,મોંઢાના ભાગે તથા ગાલ ઉપર માર મારી ઈજાઓ પહોંચાડી ફોર વ્હીલર ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત સિધ્ધરાજ ભીખાભાઈ ડબગરે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.