દાહોદ જિલ્લામાં વડાપ્રધાન મોદીનો શંખનાદ : વિશાળ જન મેદનીને સંબોધી

રિપોર્ટર : જીગ્નેશ બારીઆ

દાહોદ તા.૨૩

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદ સ્મસંરણો વગોળ્યાં હતાં. દાહોદને પોતાની કર્મભુમી ગણાવી સહાનુભુતી પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતરવાનો પ્રયાસ કરી દાહોદના દિકરાને મજબુત બનાવવાની હાંકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદનીને તેમની સાથે જાેડવાનો પ્રયોગ પણ આકર્ષણરૂપ રહ્યો હતો. દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાની ચુંટણીમાં તમામ બુથ ઉપર કમળના ફુલને ખીલલાવાની અપીલ કરી સૌના મન મોહી લીધાં હતાં. આજે વડાપ્રધાન મોદી દાહોદમાં આવતાંની સાથે જંગ જન સભાને સંબોધી સૌ દાહોદ જિલ્લાવાસીઓને નમ કર્યું હતું અને તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, દાહોદ મે માર્ક કર્યું છે હું જેટલી વખત આવ્યો છું, દરેક વખતે તમે જુના રેકોર્ડ તોડી નાંખ્યાં, દર વખતે લોકો મોટી સંખ્યામાં સભામાં આવે છે. આવડી મોટી વિધાનસભા જેમાં દાહોદ જિલ્લાના લોકોએ નક્કી કરી નાખ્યું છે કે ભાજપની સરકાર બની ગઈ. દાહોદની ધરતી ઉપર મે જીવન વીતાવ્યું છે. સાઈકલ પર ફરી ફરીને કામ કરતો હતો. આજે ૪૫ વર્ષ થઈ ગયાં છે. લોકોના આર્શિવાદ હાલ પણ મને છે. તમારા બધાનો હું ઋણી છું. આદિવાસીઓની વાત કરતાં મોદીએ કહ્યું હતું કે, આપને જેટલા પ્રણામ કરૂં એટલા ઓછા છે. આદિવાસી પટ્ટો ધરાવતો દાહોદ જિલ્લો અને પંચમહાલ જિલ્લો આ બે જિલ્લાઓ એક પ્રકારે ઈતિહાસના પાને ભલે ના ચમકતુ હોય, આઝાદી પછી જે ન્યાય મળવો જાેઈતો હતો તે ન્યાય ભલે ના મળ્યો હોય પરંતુ ૧૮૫૭થી માંડીને દેશ આઝાદ થયો ત્યારથી આ ધરતી પર આદિવાસી ભાઈઓ બહેનોએ જે સર્વાેચ્ચ બલીદાન આપ્યું તે મને યાદ છે. આ ધરતી વિરોની ધરતી છે. મહાન આદિવાસીઓની ધરતી છે. પેઢી દર પેઢી રાષ્ટ્રભક્તિના ગુરૂ એવા ગોવિંદ ગુરૂને હું નમન કરૂં છું. પ્રણામ કરૂં છું. દાહોદ હોય પંચમહાલ હોય કે પછી માનગઢ હોય આદિવાસી ગૌરવ આ ક્ષેત્રના વિકાસ માટે મને આવવાનું થયું એ મારૂં સૌભાગ્ય છે. આ ચુંટણીમાં સીએમના નેૃત્વમાં અમારા ઉમેદવારોને આર્શિવાદ આપશો તે માટે એડવાન્સમાં આભાર. દાહોદ જિલ્લામાં ભારતીય જનતાનો વિજય પાક્કો છે. મતદારોને રીઝવતાં મોદીએ કહ્યું કે, સર્વે વાળા કહે છે, ચારેય તરફ એકજ ચર્ચા જુના બધા રેકોર્ડ તુટવાના છે. ચુંટણી તો તમે જીતાડવાના છો. આપણે મંદિરે જવાની ટેવ હોય તો દરરોજ મંદિરે જઈ, ભગવાનને માથુ ટેકવીએ, મારા માટે પણ આ જનતા જનાર્જન ઈશ્વરનો અવતાર છે, મારે જેટલી વાર માથુ ટકાવવું પડે તો માથુ ટેકવીશ, વિજય તો તમારા વોટથી થવાનો, વટ તમારા થવલાનો, કોંગ્રેસ અને ભાજપમાં આ તફાવત છે. કોંગ્રેસવાળા પગે ના પડે, અમે પગે પડીએ છીએ, તમે મને સત્તા પર બેસાડવાની સાથે સાથે તમે મને સેવાનું કામ સોપ્યું છે. જેમ હું મારૂ કર્તવ્ય નીભાવ છું. મતદારોને મળીને આર્શિવાદ લેતો હોઉ છું. આપણે આપણું કર્તવ્ય નીભાવીએ તો દેશને આગળ વધારતાં કોઈ રોકી નહીં શકીએ. પોલીંગ બુથ પર જઈને કમળના બટના બટન દબાવીએ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સંકલ્પ લઈને આજે દેશ અને દુનિયામાં ભારત માટે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. ભારત માટે નવા નવા અવસરો ઉભા થાય તે માટે કામ કરી કર્યાં છે. આજે નવો વિશ્વાસ પેદા થયો છે. આપણા દેશમાં મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી પરિવારોનો પટ્ટો છે. મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે, આદિવાસી પ્રજાનો કોંગ્રેસે આઝાદી પછી પણ આદિવાસી સમાજના સુખનું કામ કર્યું નથી, કોંગ્રેસે માત્ર મોટી મોટી વાતો કરી છે. ૭૫ વર્ષ થઈ ગયાં ઢગલાબધ્ધ મંત્રીઓ, રાષ્ટ્રપતિ બની ગયાં પણ કોંગ્રેસે આદિવાસી સમાજમાંથી રાષ્ટ્રપતિ ના બનાવ્યાં. ભાજપે મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાને સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં મોદીએ કહ્યું કે, એક ભાઈ પદ માટે યાત્રા કરી રહ્યાં છે, આદિવાસીઓ માટેની વાતો કરી છે. ભારતીય જનતા પાર્ટીએ એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યાં તો અન્ય પાર્ટીના પેટમાં દુખ્યું છે. આદિવાસી રાષ્ટ્રપતિને સમર્થન કરવાને બદલે તેઓની ટીકા કરવામાં આવી, આદિવાસી રાષ્ટ્રપતિને કોઈ પાર્ટીએ ટેકો નથી આપ્યો, એમને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યું. મારી એક આદિવાસી બહેન પહેલી વખત રાષ્ટ્રપતિ બની એનો અમને ગર્વ છે. કોંગ્રેસ કોઈ કામ કરતી નથી, કરવા દેતી નથી. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર, સિધ્ધાંત, સર્વાગીં વિકાસને વરેલા છે. ગુજરાત તેજ વિકાસથી આગળ વધી રહ્યું છે. ભાજપે સેવા કરવાનો સેવા મળ્યો ત્યાં વિકાસ કર્યાે છે. ભાજપે વિકાસ એકાન્સી નથી કર્યાે, વિકાસ સર્વાંગી કર્યાે, સર્વે ક્ષેત્રીય કર્યાે છે. હું મારા દાહોદમાં જુની કર્મભુમી પર આવ્યો છું. દાહોદના આદિવાસી પરિવારના રોટલા ખાઈને મોટો થયો છે. સ્વનીતી યોજનાથી લારી, ગલ્લાવાળાઓ માટે બનાવી છે. દાહોદમાં રોજગાર મળે તે માટે કામ કર્યું. સામાન્ય માણસ અને ગરીબ લોકો માટે મોદી કહ્યું કે, સામાન્ય માણસ પણ હવાઈ મુસાફરી કરે તેવી યોજનાઓ બનાવી, લોકોને પાક્કુ ઘર આપ્યું છે. હાઈવે બનાવ્યાં, બુલેટ ટ્રેન બનાવી, ગામડાની માણસની પણ ચિંતા છે. ખેડુતો માટે પણ યોજનાઓ લાવી, ખેડુતોના બેન્ક ખાતામાં યોજનાના પૈસા નાંખ્યા. છેલ્લે દાહોદ આવ્યો હતો ત્યારે એક દિવ્યાંગ પતિ પત્નિ મળ્યાં કોમન સર્વિસ સેન્ટર લવાવે છે તેઓને યોજનાનું લાભ આપ્યો છે. ૧૦૮ની સુવિધા કરવામાં આવી, સાંપ કરડવાની દવા ૧૦૮માં રાખવામાં આવી, શિક્ષણ ક્ષેત્રે દાહોદમાં પોલીટેકનીક કોલેજ ચાલુ કરી, દાહોદ સ્માર્ટ સીટી, આદિવાસી વિસ્તારનું એક ગામ સ્માર્ટ સીટી નામે ઓળખાય છે. દાહોદમાં પાણીની ચિંતા કરી અને પાણી પહોચાડ્યું, પહેલા પાણી માટે વલખા મારવા પડતાં હતાં. પહેલાના ધારાસભ્ય અરજીઓ લઈ કચેરીઓ જતાં હતાં તે સમયે હેન્ડપંપનો જમાનો હતો અને હવે અમે નળથી જળ યોજના લાવી ઘરે ઘરે પાણી પહોચાડ્યું છે. દાહોદમાં છેલ્લે આવ્યો ત્યારે આપણી દિકરીઓ જે નર્સીંગમાં ભણે છે તે દિકરીઓ મને કહે છે કે ભણીને અમે વિદેશી જઈશું, દાહોદની આદિવાસી દિકરી નર્સીંગ કરી વિદેશમાં જાય અને કામ કરે તે અમારા માટે ગૌરવની વાત છે. કોંગ્રેસના જમાનામાં લોન આપતાં હતાં, લોન મેળા કરતાં તેમાં કેટલીક કંપની તેનાઓની હોય, પાંચ મરઘી, પાંચ મરઘીના આટલા ઈંડા થશે, એમાથી આટલી મરઘી થશે, એમ આદિવાસી ભાઈઓ બહેનોને ભોળવી પોટવતાં અને ભોળા આદિવાસી ભાઈઓ બહેનો કોંગ્રસને વાતીમાં આવી જતાં હતાં. પાંચ મરઘી ઘરે પહોંચી હોય અને લાલ લાઈટ ગાડી ઘરે આવી જાય ત્યારે પોતે ભુખો રહે પણ મહેમાનને ભુખો નહીં રહેવા દે ત્યારે આદિવાસી ભાઈ બહેન પાંચ મરઘીમાંથી એક મરઘી લાલ લાઈટ વાળાઓને ખવડાવતાં. આમ પાંચ અઠવાડીયામાં પાંચેય મરઘી ખાઈ જતાં તે જમાના હતાં. આજે આદિવાસીઓનો ડોક્ટર બને છે, અમે મેડીકલ કોલેજ દાહોદમાં એન્જીયનીંરગ કોલેજ, નર્સ્િંાગ કોલેજ ઉભી કરી છે. ૧૨માં ધોરણની વિજ્ઞાનની શાળાઓ ઉભી કરી. મને યાદ છે પહેલા દાહોદ આવતો ત્યારે દાહોદ અને સંતરામપુરમાં મને તકલીફ પડી નથી ત્યારે હું દાહોદમાં પીએચસી સેન્ટરમાં સુઈ જતો, દાહોદમાં આજે વેલનેસ સેન્ટર બનાવી. દાહોદના પરેલની વાત કરતાં મોદીએ કહ્યું કે, હું પરેલમાં સાઈકલ લઈને જતો, તેસમયે પરેલમાં કાગડા ઉડતાં, ધીરે ધેર પરેલ ખતમ થઈ ગયું, અંગ્રેજાેની વ્યવસ્થાને કોંગ્રેસે ખચ્ચરઘાણ કરી નાખ્યું. હું દિલ્હી ગયો મને દાહોદ યાદ આવ્યું પરેલ યાદ આવ્યું, આખા હિન્દુસ્તાનમાં રેલ્વેના એન્જીનો દાહોદના કારખાનામાંથી બની હિન્દુસ્તાનમાં જશે, દાહોદ પરેલમાંથી એન્જીનો બની વિદેશોમાં પણ જશે. ૨૦ હજાર કરોડથી લોકોને રોજગારી મળશે, લોકોને રોજી રોટી મળશે. અંતે વડાપ્રધાન મોદીએ કહ્યું છે. આટલી મોટી સંખ્યામાં તમે મને આર્શિવાદ આપવા આવ્યો છે. હું તમને એક વિનંતી કરૂં છું કે, આ વખતે બધાજ પોલીંગ બુથમાં મત આપજાે અને અપાવજાે, જબરદસ્ત મતદાન કરાવજાે, હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે જે મત મળ્યાં તેનાથી પણ વધારે મત આ વખતે આપજાે, કમળના બટનને દબાજાે, દાહોદે મને મોટો કર્યાે છે, દાહોદે મને ઘણું શીખવાડ્યું છે, તમે મને ઘણું કામ આપ્યું એટલે મને ટાઈમ નથી મળતો એટલે તમારે મારૂં એક કામ કરવું પડશે, ઘરે ઘરે જઈને આપણા નરેન્દ્ર આવ્યાં હતાં અને પ્રણામ પાઠવ્યાં છે એમ દરેક વડીલને કહેજાે, એમના આર્શિવાદથી મને તાકાત મળે છે. વડીલો આર્શિવાદથી મને કામ કરવાની અને સેવા કરવાની તાકાત મળે છે. આ વખતે સો ટકા કમળ ખીલશે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!