દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર હાઈવે રોડ પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારી વૃધ્ધાને અડફેટમાં લેતાં વૃધ્ધાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજયું
રિપોર્ટર – નીલ ડોડીયાર
ગત તા.૨૧મી નવેમ્બરના રોજ દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં મંદિરવાળી ગલીમાં રહેતાં મંગળીબેન પાંગળાભાઈ મિનામા દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર રોડ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે મંગળીબેનને અડફેટમાં લેતાં મંગળીબેનને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મંગળીબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે મૃતક મંગળીબેોનના પૌત્ર હિતેશભાઈ સુકલાભાઈ મિનામાએ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.