મતદાન જાગૃતિ અંતર્ગત સીંગવડ તાલુકા નાં શિક્ષકો દવારા બાઇકે રેલી નું આયોજન
રમેશ પટેલ
તાલુકો :- સીંગવડ
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી દાહોદ તથા સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી આર સી સીંગવડ દ્વારા આયોજિત સીંગવડ તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી.જેમાં આશરે 200 જેટલી બાઈકો સાથે, મતદાન જાગૃતિના બેનર, સાઈન બોર્ડ સાથે શિક્ષકો જી એલ શેઠ હાઈસ્કૂલના મેદાનમાં ભેગા થયા હતા.. ત્યાંથી સાઉન્ડ સિસ્ટમ સાથે સુત્રોચાર કરી સીંગવડ તાલુકામાં બાઈક રેલી માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી. આવનાર દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022 માં મતદાન કરવા માટે જાગૃતિ કેળવાય તેમજ તમામ મતદારો મતદાન કરે અને લોકશાહીના પર્વની ઉજવણી થાય તેવા આશયથી મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઈ.


