દાહોદ જિલ્લા પોલીસે ચુંટણીલક્ષી કામગીરીમાં પ્રોહીબીશન, નાસતા ફરતા આરોપીઓ સહિત વિવિધ કાર્યવાહી કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસો, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા, બિન જામીનલાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે એકજ દિવસમાં પોલીસે આ તમામ કેસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- ૨૦ જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂના કેસો-૦૧ , જેમાં બોટલો નંગ-૦૨ , કી.રૂ.૩૦૦/- તથા દેશી દારૂના કુલ-૧૬ કેસો , ૬૬ લીટર જેની કીંમત રૂપીયા -૧૩૨૦/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા ૦૫ કેસો પીવાના કરેલ છે. દાહોદ ટાઉન એ ડીવીઝન પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૦૧૯૦૪/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ધનસિંગભાઈ વાઘુભાઈ અજનાર રહે. નાની ઉત્તી થાના ઉદેગઢ જી.અલીરાજપુર (મ.પ્ર) નાનો તેના ઘરે હાજર છે તેવી હકીકત મળતા ખાનગી બાતમીદારોના આધારે ઉદેગઢ થાના જી.અલીરાજપુર (મ.પ્ર) પોલીસની મદદ લઈ આરોપીને તેના ઘરેથી પકડી પાડવામાં દાહોદ એ.ડીવીઝન પો.સ્ટે.પો.સ્ટે.ના પો.સ.ઇ સી.આર.દેસાઇ તથા ટીમના માણસોને પકડવામાં સફળતા મળેલ છે. દાહોદ ટાઉન એ ડીવીઝન પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૧૧૮૭૫/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો/વોન્ટેડ આરોપી હાબુભાઈ ફુલસિંગભાઈ બામણીયા ઉવ.૪૦ રહે.લક્ષ્મણ ફળીયા ,તડવી ફળીયા તા.જાેબટ જી.અલીરાજપુર (મ.પ્ર) નાનો તેના ઘરે હાજર છે તે બાતમી આધારે સર્વેલન્સ ટીમના પો.સબ.ઈન્સ. સી.આર.દેસાઈ તથા ટીમના માણસોને પકડી પડવામાં સફળતા મળેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-૩૬ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-૧૦૭ હેઠળ કુલ-૮૧ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-૧૫૧ હેઠળ કુલ-૧૧૮ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૦૯ હેઠળ કુલ-૧૯ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૧૦ હેઠળ કુલ-૨૦૦ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી-૯૩ ના હેડ હેઠળ કુલ-૪૭ તથા તડીપાર કુલ-૧ મળી કુલ-૪૬૬ અટકાયતી પગલા લીધેલ છે તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના હથિયારો મુકિત સિવાયના કુલ-૧૩ હથિયારો જમાં લેવાના બાકી છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.