દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે કુલ રૂ.૭૪ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટક કરી
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે કુલ રૂ.૭૪,૧૩૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલરના ચાલક સહિત બે જણાની અટક કર્યાનું જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર તથા મંગાવનાર એમ કુલ મળી ચાર જણા વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોંધ્યાનું જાણવા મળે છે.
ગીરીશ ઉર્ફે ગીરીલાલ નારૂજી ડાંગી તથા કમલચંદ્ર ખરતાજી ડાંગી (બંન્ને રહે.રખીયાવલ, તા.માવલી, જિ.ઉદયપુર, રાજસ્થાન) નાઓ ગત ગત તા.૨૦.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં ઉપરોક્ત બંન્ને ઈસમોને ફોર વ્હીલર ગાડી સાથે પોલીસે ઉભા રાખી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૯૯ જેની કુલ કિંમત રૂ.૭૪,૧૩૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે અટક કરી આ વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર એમ કુલ ઈસમો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

