દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી ૪૨ વર્ષીય આધેડ વ્યક્તિની લાશ મળી આવતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૧

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં લીમડી-કારઠ રોડ પર બસ સ્ટેશન સામે આવેલ રંજના ક્લીનીક આગળથી ઉત્તરપ્રદેશના ૪૨ વર્ષીય આધેડ પુરૂષની લાશ મળી આવતાં પંથકમાં ચારેકોર ભારે ચકચાર મચી જવા પામી હતી.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરોજ સવારના નવેક વાગ્યાના પહેલા ઉત્તરપ્રદેેશના પરસૌની કુશી નગરમાં રહેતા ૪૨ વર્ષીય મોન્ટુ સૂર્યનાથ બનેવાલની લાશ લીમડી નગરમાં કારઠ રોડ પર બસ સ્ટેશન સામે રંજના ક્લીનીક આગળથી મળી આવતાં લોકટોળા એકત્રીત થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ લીમડી પોલિસને કરાવતા પોલિસે ઘટના સ્થળે તાબડતોબ દોડી ગઈ હતી અને મૃત્તકની લાશનો કબજાે લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે લીમડી પોલિસે સી.આર.પી.સી. ૧૭૪ મુ જબ અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: